સંપૂર્ણ કાર્યક્રમ

સ્થળ પર 2005માં બાંધકામના આરંભના સમયથી જ પ્રોજેક્ટ કાર્યરત છે. આ પ્રોજેક્ટનો બાંધકામ ક્રમ શ્રેણીબદ્ધ રીતે ઓનલાઇન અહીં જોઈ શકાય છે અત્યાર સુધી તેનું મોટાભાગનું ભારે ઈજનેરીકામ અને જમીનમાં પુરાણ કરવાનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. લગભગ બધી જ ઇન્ટરસેપ્ટર સૂએજ લાઇન્સ અને સૂએજ પમ્પિંગ સ્ટેશનો કાર્યરતથઈ ગયા છે.
 
લોઅર લેવલ પ્રોમનાડ પર નદીના વોક વે કે જેનાથી બાવીસ કિલોમીટર લાંબો, પાણીની પાસે રાહદારીઓનો ચાલવાનો રસ્તો તૈયાર થવાનો છે, તેનું કામ મહદઅંશે પૂર્ણ થઈ ચૂક્યું છે. આ વોક વેનો કેટલોક હિસ્સો 2012 થી જાહેર જનતા માટે ખુલ્લો છે. ત્રણ બોટિંગ સ્ટેશન જાહેર ઉપયોગ માટે ખુલ્લાં છે. લૉન્ડ્રી કેમ્પસ (ધોબીઘાટ) અને પ્રાયોજિત પાર્કમાંના બે પાર્કનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને જાન્યુઆરી 2014 થી જાહેર જનતાના લાભાર્થે ખુલ્લા મૂકવામાં આવેલ છે. રિવરફ્રન્ટ માર્કેટનું કામ પણ પૂર્ણ થવામાં છે અને ફેબ્રુઆરી 2014થી કાર્યરત થઈ ચૂક્યું છે.
 
નદીના અપર પ્રોમનાડના વોક વે, લિફ્ટ, વોક વે પર જાહેર શૌચાલયો, ઇવેન્ટ ગ્રાઉન્ડ અને ફ્લાવર ગાર્ડનનું નિર્માણ કાર્ય ચાલુ છે.

Your browser is out-of-date!

Update your browser to view this website correctly. Update my browser now

×