ફંડ

SRFDCLએ સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ દ્વારા સ્થાપવામાં કરવામાં આવેલ ખાસ માધ્યમ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (અ.મ્યુ.કો.)SRFDCLને નાણાંનું ધિરાણ કર્યું છે જે SRFDCLની શેરમૂડીમાં અ.મ્યુ.કો.નાં રોકાણ દ્વારા ઉમેરો કરવામાં આવ્યો છે. હાઉસિંગ એન્ડ ડેવલપમેન્ટ કંપની (HUDCO– કેન્દ્ર સરકારની નાણાં સંસ્થા) એ પણ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે નાણાંનું ધિરાણ કર્યું છે.
 
આ પ્રોજેક્ટ નાણાંકીય દૃષ્ટિએ સ્વાવલંબી છે.પુરાણ દ્વારા પરત મેળવવામાં આવેલ જમીનનો નાનો હિસ્સો વ્યાવસાયિક વિકાસ માટે વેચવામાં આવશે, જેથી રિવરફ્રન્ટના વિકાસ અને વ્યવસ્થાપનની ચુકવણી માટે પર્યાપ્ત સ્રોતોનું સર્જન થઈ શકે. પ્રોજેક્ટનાં મોટાભાગનાં માળખાગત ઘટકો લગભગ પૂર્ણ થઈ ચૂક્યા છે, જેને કારણે જમીનની કિંમતોમાં વધારો પણ થવા લાગ્યો છે, આમ પહેલાં વિચારવામાં આવ્યું હતું તે કરતાં જમીનનો ઓછો હિસ્સો વેચવાનો રહેશે. રિવરફ્રન્ટ પર નિર્માણ કરવામાં આવતાં ખાનગી બાંધકામોનું ઘનફળને આધારે વિશેષ કાયદાકીય જોગવાઈ હેઠળ નિયમન કરવામાં આવશે જેથી રિવરફ્રન્ટ પરના બાંધકામનું વાતાવરણ સુગઠિત રહે અને સ્કાયલાઇન યાદગાર બની રહે.

Your browser is out-of-date!

Update your browser to view this website correctly. Update my browser now

×